કર્ણાટક
સરકારે નવ સભ્યની સમિતિની રચના કરી છે, જે અલગ અલગ રાજ્યના ધ્વજને ડિઝાઇન કરવાની અને તેને કાનૂની
માન્યતા મળે તે માટેની સંભાવનાનો અભ્યાસ કરશે. આ સમિતિમાં મુખ્ય સચિવ, કન્નડ અને
સાંસ્કૃતિક વિભાગના વડા હેશે. આ સમિતિ આવશ્યક શક્યતાઓને જોઈને રાજ્ય સરકારને
અહેવાલ સુપરત કરશે.
રાજ્યના
સામાજિક કાર્યકર્તાઓના પ્રતિનિધિત્વ બાદ આ સમિતિની રચના કરવામાં આવી હતી અને
સરકારે કન્નડ માટે "નાડુ( naadu)" ધ્વજ બનાવવાની વિનંતી કરી હતી અને તેનુ મહત્વ સમજાવ્યુ
હતું.
રાજ્યના
પોતાના ધ્વજ ધરાવવા માટે બંધારણમાં કોઈ પ્રતિબંધ નથી. આ બાબતે કોઇ અલગ કેન્દ્ર કે રાજ્યમાં કાયદો નથી.
જમ્મુ
અને કાશ્મીર જ રાજ્ય છે જેનું પોતાનું અલગ ધ્વજ છે, જે બંધારણના
કલમ 370 દ્વારા અપાયેલું વિશેષ દરજ્જાનું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો