બુધવાર, 9 મે, 2018

દરિયાના પાણીને મીઠું કરવા ૮૦૦ કરોડના ખર્ચે પ્લાન્ટ શરૃ કરાશે


- મુખ્યમંત્રી વિજય રૃપાણીની સોમનાથ ખાતે જાહેરાત

- ઉદ્યોગોને પાણી પૂરું પાડવા ડ્રેનેજ રિસાયક્લિંગ યોજના આગામી મહિને જાહેર થશે

દરિયાના ખારા પાણીને મીઠું કરીને તેનો વપરાશ કરવા આગામી સમયમાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠે રૃપિયા ૮૦૦ કરોડનો પ્લાન્ટ શરૃ કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લા સહિતના સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિભાગોને આ ડિસેલિનેશન પ્લાન્ટનો લાભ મળશે તેવી મુખ્યમંત્રી વિજય રૃપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

સોમનાથ ખાતે ત્રિવેણી સંગમમાં હિરણ નદીના કાંપને દૂર કરીને વિજય રૃપાણી ગીર સોમનાથ જિલ્લામાં જળ અભિયાનમાં જોડાયા હતા. આ નિમિત્તે વિજય રૃપાણીએ જણાવ્યું હતું કે, 'સુજલામ્ સુફલામ્ જળ અભિયાન દેશનું સૌથી મોટું જળ અભિયાન બની રહ્યું છે. હાલમાં ૧૩ હજાર તળાવ ઉંડા કરવા, ૬ હજારથી વધુ જેસીબી, ૧૨ હજારથી વધુ ટ્રેક્ટર સહિતની મશિનરી કામે લગાડવામાં આવી છે. આ અભિયાનમાં ૧૧ હજાર લાખ ઘનફૂટ માટીકાંપ દૂર થતાં સૌથીવધુ જળ સંગ્રહ ક્ષમતા ઉભી થશે.


જળ સંચય અભિયાનમાં માટીકાંપ ખેતરમાં નાથીને જમીનને ફળદ્રૂપ કરવા, ટપક સિંચાઇનો ઉપયોગ કરવા માટે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને મારો અનુરોધ છે. ગટરના પાણીનો પુન:ઉપયોગ થઇ શકે અને ઉદ્યોગોની પાણીની જરૃરિયાત પૂરી પાડી શકાય તેના માટે ડ્રેનેજ રીસાયકલિંગ યોજના આગામી મહિને જાહેર કરવામાં આવશે. '


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો