બુધવાર, 9 મે, 2018


ગુજરાતનું આ રેલવે સ્ટેશન દેશનું ત્રીજા ક્રમનું સૌથી સુંદર સ્ટેશન

 

તાજેતરમાં જ ભારતનાં રેલવે સ્ટેશનોને સુંદર બનાવવા માટે નેશનલ ટ્રાન્સપોર્ટર્સ સ્વરા ઈન હાઉસ સ્ટેશન બ્યુટિફિકેશન સ્પર્ધા યોજવામાં આવી હતી અને તેના પરિણામો જણાવતા સરકારે જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં સ્ટેશનને લોકલ આર્ટિસ્ટ દ્વારા પેઇન્ટિંગ, સ્કલ્પ્ચર અને વિવિધ કલાઓ દ્વારા સુંદર બનાવવા માટેની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં મહારાષ્ટ્રના બાલરશાહ અને ચંદરપુર સ્ટેશનને 10 લાખનું પ્રથમ ઇનામ મળ્યું હતું, બીજા સ્થાને બિહારનું મધુબની સ્ટેશન છે જેને 5 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે.
 
જ્યારે ત્રીજા સ્થાને ગુજરાતનું ગાંધીધામ સ્ટેશન રહ્યું હતું. આ સાથે જ ત્રીજા સ્થાને રાજસ્થાનનું કોટા અને તેલંગાણાનું સિકંદરાબાદ પણ ત્રીજા સ્થાને આવ્યા હતા અને 3 લાખનું ઇનામ ત્રીજા સ્થાન માટે આ ત્રણ રાજ્યો વચ્ચે આપવામાં આવશે. આ સ્પર્ધામાં 11 રેલવે ઝોનમાંથી કુલ 62 એન્ટ્રીઝ આવી હતી અને લોકલ આર્ટિસ્ટ દ્વારા સ્ટેશનનું સૌંદર્યકરણ થાય તે માટે આ સ્પર્ધા યોજવામાં આવી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો